આવનાર ભવિષ્યમાં દુનિયાની સૌથી મોટી લીગ બનવાની તૈયારીઓ.

        ઈન્ડિયન પ્રીમિયર લીગ હાલમાં વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. આઈપીએલ 2023 અને 2024માં 74-74 મેચ થશે, પરંતુ 2027 સુધીમાં મેચોની સંખ્યા 94 થઈ જશે. આ લીગને આગળ લઈ જવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. IPL ના નવા અધ્યક્ષ અરુણ ધૂમલે દાવો કર્યો છે, કે IPL આગામી પાંચ વર્ષમાં વિશ્વની સૌથી મોટી લીગ બની જશે. આઈપીએલ 2023 અને 2024માં 74-74 મેચ થશે પરંતુ 2027 સુધીમાં મેચોની સંખ્યા 94 થઈ જશે.

         IPL સૌથી મોટી લીગ બની શકે છે, IPL એ 2023-2027 વર્ષ માટે 48,390 કરોડ રૂપિયામાં મીડિયા રાઇટ્સ વેચ્યા હતા, તેને મેચ દીઠ ખર્ચની દ્રષ્ટિએ વિશ્વની બીજી સૌથી મૂલ્યવાન સ્પોર્ટ્સ લીગ બનાવે છે. નવી યોજનાઓ સાથે આગળ વધવું એ સમયની માંગ છે, અને IPL વિશ્વની સૌથી મોટી લીગ બની શકે છે,

        IPL ટીમોની સંખ્યા યથાવત રહેશે, IPLની ટીમો વધશે નહીં. આ સંખ્યા માત્ર 10 થશે. ધૂમલે પીટીઆઈને કહ્યું, ‘ટીમોની સંખ્યા 10 રહેશે. જો તેમની સંખ્યા વધશે તો એકસાથે ટુર્નામેન્ટનું આયોજન કરવું મુશ્કેલ બનશે. અમે પ્રથમ બે સિઝનમાં 74 મેચો અને પછી 84 મેચોની યજમાની કરી રહ્યા છીએ અને જો સ્થિતિ સારી રહેશે તો અમે પાંચમા વર્ષમાં 94 મેચ રમી શકીએ છીએ.બીસીસીઆઈએ આઈપીએલમાં બે નવી ટીમો ઉમેરીને રૂ. 12000 કરોડથી વધુની કમાણી કરી હતી પરંતુ ધૂમલે કહ્યું કે તેમાં વધુ ટીમો ઉમેરવાની કોઈ શક્યતા નથી.

        આઈપીએલની તુલના ફૂટબોલ અથવા વિશ્વની અન્ય કોઈ લીગ સાથે કરી શકતા નથી, કારણ કે ક્રિકેટની જરૂરિયાતો અલગ છે. તમે એક જ પિચ પર છ મહિના સુધી રમી શકતા નથી.આઈપીએલના અધ્યક્ષે એમ પણ કહ્યું કે બીસીસીઆઈએ હજુ સુધી કોઈપણ ભારતીય ખેલાડીને વિદેશી લીગમાં રમવાની મંજૂરી આપી નથી. તેણે કહ્યું કે બોર્ડના કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલો કોઈપણ ખેલાડી બીજી લીગમાં રમી શકે નહીં. તમને જણાવી દઈએ કે આઈપીએલની ટીમોએ હાલમાં જ દક્ષિણ આફ્રિકામાં શરૂ થનારી તમામ 6 ટી20 ટીમોને ખરીદી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *