આરતીબેન વેગડા મોટા દડવા ગામે સી.આર.સી કો-ઓર્ડીનેટરનો જીવન પરિચય.

      આરતીબેન વેગડા ગામ મોટા દડવા તાલુકો ગોંડલ જીલ્લો રાજકોટ,ક્વોલિફિકેશન પીટીસી, એમએ, એમએડ, એલએલબી, અને હાલમાં પી.એચડી શરૂ છે, એજ્યુકેશન ઉપર મારું પીએચડી ચાલુ છે, જેનો વિષય છે પ્રાથમિક શાળા કક્ષાએ વાર્તાના સ્વરૂપોની અસરકારકતાનો અભ્યાસ અને હાલ મોટા દડવા ગામે સી.આર.સી કો-ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવું છું. બેનના શબ્દોમાં તેમનો જીવન પરિચયની વાતો સંભાળીએ, 
    મારા બાળપણની વાત કરું તો મારૂ પ્રાથમિક શિક્ષણ મારા ગામમાં મોટાદડવા ગામમાં પ્રાથમિક કન્યાશાળામાં શિક્ષણની શરૂઆત થઈ અને પ્રાથમિક શાળામાંથી ખૂબ જ પ્રેરણા મળી, જેમાં ખાસ કરીને અમારે એક ટીચર હતા, હેમલતા ટીચર એ બાળકોને ખૂબ પ્રેમથી અને નવી નવી પદ્ધતિનો ઉપયોગ કરીને દરેક વિષયને આવરી લેતા હતા, એ સિવાય ગાયત્રીબેન અને ગીતાબેન મારા ટીચર હતા, તેઓ પણ માતાની હૂંફ આપીને માસ્તર એટલે માસ્તરની કક્ષા પર જઈને શીખવવું, ખરેખર તેમણે તે કહેવત સાબિત કરી બતાવી, અને તેમના માંથી ઘણું બધું અમે શીખ્યા, નાના બાળકોને કઈ રીતે ભણાવવું, કઈ રીતે શીખવવું, આ પદ્ધતિ અનુકૂળ નથી આવતી તો કઈ પદ્ધતિથી એમને ભણાવવું છે, આ બધું મે પ્રાથમિક શાળા માંથી શીખ્યું. પછી ધોરણ 8, 9 અને 10 એ મારા ગામમાં મોટાદડવા હાઈસ્કૂલ માંથી કર્યું, ત્યારે અમુક ટીચર અમને ખુબ કડક લગતા પણ પછી ખ્યાલ આવ્યો કે ટીચર જે પણ કઈ કહેતા તે આપણા માટે જ કહેતા.
        એમણે ખાસ કરીને અત્યારના સમયમાં દિકરા દિકરીઓને કઈ રીતે રેવું જોઈએ એના માતાપિતાના સંસ્કારો ને કઈ રીતે જાળવી રાખવા જોઈએ એ બધું પ્રફુલ્લામેડમ પાસે થી સારું એવું શીખવા મળ્યું અને આચાર્ય હતા એ પણ અમને એક પિતાની માફક સરસ મજાની હૂંફ આપતાં અને એ સિવાય બાબાસાહેબ વેગડા ( મારાં મોટા પપ્પા ) તે શાળામાં પ્રિન્સિપાલ હતા તો એ પણ આપણે કઈ રીતે રહેવું કઈ રીતે જીવન જીવવું એના પણ પાઠ શિક્ષણની સાથે સાથે મળતા હતા. હવે દસમું ધોરણ અહીંયા પૂરું કર્યું પણ પછી એવુ થયું કે અમારે 11 અને 12 માટે અમારા ગામમાં કોઈ સ્કૂલ ન હતી થી અને ફરજિયાત અપડાઉન કરવું પડે એવું હતું બહાર જવું પડે તેવું હતું. કા ગોંડલ અથવા આટકોટ આ બન્ને માંથી એક ગામમાં 11,12 ની શરૂઆત કરવાની થતી હતી તો 11 અને 12 માં અમારે અહીંયા સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ હતી આટકોટ ડી બી પટેલ સ્કૂલ ત્યાં ૧૧માં એડમિશન મેળવ્યું, આર્ટસમાં અને તેમાંથી તો ઘણું બધું શીખવા જેવું હતું, અને ત્યાં એ સમય પણ સંઘર્ષ વાળો હતો, અમારે એ વખતે સવારમાં 6:45 વાગે બસ આવી જતી, અને ક્યારેકે એવુ થતું કે વાંચવા માટે તૈયારી કરવા માટે વહેલા ઊઠતા હોય તો 2 વાગે રાત્રે જાગતી હોવ અને વાંચતી હોવ પછી એવુ થાય થોડો ટાઈમ આપણે સુઈ જઈએ અને પછી વધારે સુવાય જાય આવી રીતે મુશ્કેલીઓ પણ ઘણી પડતી હતી. અને આ સિવાય અનિતાબેન પટેલ છે, એમની પાસેથી શિસ્તના પાઠ પણ વધુ સારી રીતે ભણ્યા, અને રૂડા ભગત દીકરીઓ એ પોતાના જીવનમાં કઈ રીતે આગળ વધવું એ બાબતે માહિતી આપતાં હતા, ત્યાર બાદ રાજકોટમાં પીટીસીમાં મે એડમિશન લીધું, ત્યાં હોસ્ટેલમાં રહેવું પડે તેમ જ હતું, ત્યાં એક વર્ષાબેન મહેતા હતા, તેમણે મારું ખુબ ધ્યાન રાખ્યું હતું. ત્યાં મિત્તલસર એ અમારું મેથ્સ ખુબ સારી રીતે કવર કરાવ્યું, આ સિવાય પીટીસીના દરેક શિક્ષકો પાસેથી અમે ખૂબ બધું શીખ્યા.
       પીટીસી પૂરું થયા બાદ હું અહીંયા મારા વતન આવી ગઈ અને ત્યાં બાજુના ગામમાં(જસપર) જોબ પર લાગી અને સાથે સાથે મેં કોલેજ પણ જોબ શરૂ રાખી, ગોંડલમાં કોલેજ કરી અને ત્યાં પણ અમારા બધા પ્રોફેસર પાસેથી ખૂબ બધુ શીખવા મળ્યું, જાણવા મળ્યું, અને ત્યાર બાદ મને બીએડમાં એડમિશન મળ્યુ. અને બીએડ પણ જ્યાં મારી જોબ હતી, ત્યાં જ કરવાનું નક્કી કર્યું, કેમકે નાના બાળકો સાથે એટલી લાગણીથી બંધાયેલી હતી, એટલે મને થતું હતું, કે બાળકોને છોડીને મારે નથી જવું, તેમજ બધા બાળકોને પણ મારાં પ્રત્યે ખુબ લાગણી હતી. મારાં ક્લાસના બાળકોને વાંચન લેખન ગણન આવડે નહિ એવું બને જ નહીં.
              બાળકો ના માતા પિતા પણ આવીને એમ કહેતા હતા કે સ્કૂલેથી ઘરે એવા પછી બાળકો રહેતા નથી એમ કે છે, કે મારે આરતી ટીચર પાસે જવું છે, કેટલા વિદ્યાર્થીઓએ નાના નાના બધા મારા ઘરે રાત્રે રોકાણ કરવા માટે પણ આવતા અને ઘણા બાળકોને મે મારાં ટિફિન માંથી પણ જમાડ્યા છે, બસ આટલા માટે જ મારી ઈચ્છા હતી, કે હું અહીંયા જ બીએડ કરું. ત્યાર બાદ મે કુંડલીયા કોલેજમાં એડમિશન લીધું, ત્યાં ભાઈઓ અને બહેનોની ભેગી કોલેજ હતી. ત્યાં ડ્રેસિંગ બાબતે ખૂબ જ શીખવા મળ્યું કે યોગ્ય પરિધાનમાં જ આવવાનું, તમારા માંથી જ આપણા ભારત દેશનું ભાવિ ઘડાઈ રહ્યું છે, તમારો જ પહેરવેશ બરાબર નહીં હોય તો બાળકો તમારા માંથી શું શીખશે. એને અટેન્ડન્સનું પણ એટલું જ મહત્વ હતું, ત્યાં પાંચ મિનિટ લેટ ગયા હોય ને તો પણ અમને પનિશમેન્ટ મળતી હતી. અને કપડા બાબતે મારી ક્યારેય ફરિયાફ નથી આવી. બીએડ કોલેજમાં દિવ્યા મેડમ ખૂબ મોટી ઉંમરના હતા, એમણે માતાની હૂંફ આપી છે, અને વધારે અમને શીખવા મળ્યું હોય, તો મારી બીએડ કોલેજમાંથી મળ્યું હતું, ત્યાર બાદ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ યુનિવર્સલ માંથી અમારા મેડમ ને પૂછવામાં આવ્યું હતું, કે તમારી સ્કૂલમાં કોઇ તેજસ્વી તારલા હોય કે જે અમારી સ્કૂલમાં જોબ કરી શકે ત્યારે દિવ્ય મેડમ એ મારું નામ આપ્યું હતું, અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ વગર જ મને જોબ મળી ગઈ, અને બીએડ કમ્પલેટ કર્યા પછી યુનિવર્સલ સ્કૂલમાં જોબ કરી અને તે જ સમયમાં એમ.એડની ઇન્ટ્રાન્સ એક્ઝામ આપી હતી, એન્ટ્રસ એક્ઝામ પાસ કરીએ તો જ એમએડમાં એડમીશન મળી શકતું હતું, ત્યારબાદ મારા પ્રોફેસરો પાસેથી મે માહિતી મેળવી, અને ખૂબ જ ઓછા સમયમાં તૈયારી કરી અને એમએડની ઇન્ટ્રાન્સ એક્ઝામ આપી અને તેમાં યુનિવર્સિટીમાં મારો સેકન્ડ રેન્ક આવ્યો.
             મને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં એડમિશન મળી ગયું હતું, અને યુનિવર્સલ સ્કૂલ મેં છોડી દીધી હતી, મે એડમિશન મેળવ્યું ત્યાં ડોક્ટર બી.બી.રામાનુજ (ભરતભાઇ રામાનુજ) પાસેથી અમને ઘણું બધુ શીખવા મળ્યું હતું, ટાઈમિંગ બાબતે પણ ખૂબ જ પન્ચ્યુઅલ હતા, અને ફોનનો યુઝ પણ કરવાની મનાઈ હતી. ત્યારબાદ મેં એમએ સ્ટાર્ટ કર્યુ એમએ કમ્પલેટ કર્યા બાદ મેં એલએલબી ગોંડલથી કમ્પલેટ કર્યું, અને ત્યારબાદ મેં પીએચ.ડી.ની ઇન્ટ્રેન્સ એક્ઝામ આપી ત્યારબાદ મારે પીએચડી માટે પ્રપોઝલ મૂકવાની હતી. પપ્રપોસલ બાદ મારૂ સિલેક્શન થયું અને હાલમાં મારા માર્ગદર્શક છે, પારૂલબેન માંકડ તેમની પાસેથી અમને ઘણું સારું માર્ગદર્શન મળ્યું હતું, અને હાલમાં મારૂ પીએચડીનું કામ સારી રીતે ચાલી રહ્યું છે.
               મારા પરિવાર વિશે વાત કરું તો અમે બે ભાઈઓ અને બે બહેનો હતા અમારી આર્થિક પરિસ્થિતી ઘણી નબળી હતી, પરંતુ પપ્પાની સ્ટ્રગલ લાઈફ જોઈને મમ્મી ઘણી સારી રીતેઘરનું સંચાલન કરી શકતા હતા, મને વાંચન ગણન અને લેખન પણ અમારા માતૃશ્રીએ શીખવાડ્યું છે, મારા પિતાજીને પાણી પુરવઠામાં જોબ હતી. અને એ લોકોની સ્ટ્રગલ લાઈફ જોઈને જીવન જીવવાની પ્રેરણા અમને મારા માતા-પિતા તરફથી મળી હતી, જસદણ તાલુકાના જસાપર ગામ માં મારી પહેલી જોબ ચાલુ થઈ હતી, ત્યાં બાળકો ઘણા સ્કૂલે આવવા માટે અનિયમિત હતા, એના માટે મેં વાલી મીટીંગ પણ કરી હતી, અને ત્યા બાળકોને પણ હું નવી નવી એક્ટિવિટી શીખવાડતી હતી, જેમ કે શાળામાં કોઈપણ વિદ્યાર્થીનો જન્મદિવસ હોય તો કોઈને ચોકલેટ આપવાના બદલે પક્ષીઓને ચણ નાખવું, વગેરે બાબતો અમે અમારા વિદ્યાર્થીઓને શીખવી છે.
          ત્યારબાદ સી.આર.સી તરીકે મોટા દડવા ગામે સી.આર.સી કો-ઓર્ડીનેટર તરીકે મને જોબ મળી અને ત્યારના સમયમાં તે સ્કૂલમાં મધ્યાન ભોજન આવતું નહી તો ત્યાં મેં મધ્યાન ભોજનની પણ શરૂઆત કરાવી હતી. ઘણી વાર એવું પણ બનતું હોય છે, કે ઘણા વિદ્યાર્થીઓ માત્ર મધ્યાન ભોજનના લીધે જ સ્કૂલે આવતા હોય છે, ઘણા આદિવાસી બાળકો હોય છે, તેઓને ભોજન બરાબર નથી મળતું, આથી તેઓ ભોજન માટે થઈને સ્કૂલે આવતા હોય છે, અને ઘણી વાર એવું પણ બનતું કે જ્યારે મધ્યાન ભોજનના આવે ત્યારે હું મારા ઘરનો નાસ્તો બનાવીને ત્યાં બાળકોને ખવડાવતી હતી, તો એ મારી પ્રવૃત્તિથી પ્રેરણા લઇ અને બીજી ઘણી બધી શાળાઓમાં પણ હાલના સમયમાં નાસ્તાના ડબ્બા રાખવામાં આવે છે, જેથી બાળકો ઘરેથી નાસ્તો જો ના લાવ્યા હોય તો તે બે ડબ્બા માંથી પણ નાસ્તો કરી શકે છે.
          મારી અંડરમાં ૧૧ શાળાઓ આવે છે, અને તે શાળામાં જવું ચોમાસામાં ઘણું અઘરું પડી જતું હતું, કેમ કે તેનો રસ્તો પણ કાચો હતો અને અવરજવરમાં મુશ્કેલી થતી હતી, ત્યારે મારા પિતાશ્રી અને મારા ભાઈએ મને ઘણો સપોર્ટ કર્યો હતો હાલમાં સી.આર.સી તરીકેના મારા ત્રણ વર્ષ પુરા થયા છે. ગોંડલથી સાહિત્ય આવતા હોય છે, અને એ સાહિત્ય 11 સ્કૂલના આવતા હોય છે, અને ધોરણ મુજબ બધા સાહિત્ય આવતા હોય છે, અને તે ગોંડલથી અહીંયા પહોંચાડવાનું સાહિત્ય આવે ત્યારથી બધે ડિસ્ટ્રીબ્યુટ કરવું વગેરે ઘણા કામ હોય છે, જે ઘણા બધા અઘરા થઈ જતા હોય છે, છતાં પણ બધા કામ સરસ રીતે કમ્પલેટ થઈ જાય છે, ઘણી વખત એવું પણ થાય છે, કે ઘણા કામના લીધે પરિવારને પણ ટાઈમ નથી આપી શકાતો, અને સી.આર.સી તરીકે મારે એ પણ ધ્યાન રાખવાનું હોય છે, કે આજુબાજુના બાળકો છે, એની ઉપર તો ધ્યાન આપી શકુ તેમાં હું બાળકોને ઘણી વાર સમજાવતી હોવ છું અને ટ્રેનિંગ આપતી હોવ છું ઘણા વિડિયો દ્વારા એ બાળકોને શિસ્તતા ચોખ્ખાઈ વગેરેની સમજણ આપું છું.છેલ્લે હું એટલું કહેવા માંગીશ કે કોઈપણ દીકરી એવું કામ કરી બતાવવું જોઈએ જેનાથી પોતાના માતા-પિતાનું માથું ગર્વથી ઊંચું થાય, પોતાની બધી જ વાતો પોતાના માતા-પિતાને શેર કરવી જોઈએ, મને ગાયનનો પણ શોખ છે, અને સ્કૂલમાં બાળકોને પણ કઈ રીતે ગાવું, કયા ગીતો ગાવા ખાસ કરીને ભારતીય પરંપરાના જુના ગીતો છે, તેનાથી પણ બાળકોને અવગત કરતી રહું છું.
         પરિચય ન્યુઝનું કામ છે કે જે અજાણી વ્યક્તિને શોધી તેનો પરિચય લોકોને કરાવવો  જે વ્યક્તિ માંથી અન્ય લોકો પ્રેરણા મેળવે તેવા હેતુથી સાથે પરિચયની ટીમ ખુબજ સરાહનીય કામગીરી કરી રહયા છે. તેઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે, તો આ તકે હું પરિચય ન્યુઝની ખુબ ખુબ આભારી છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *