લસણના ફોતરાં સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.

        શિયાળાની સિઝનમાં લસણનુ વધુ સેવન કરવામાં આવે છે. તેમાં તાસીર ગરમ હોય છે, અને તેમાં ઘણા એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, પરંતુ લસણના ફોતરાના પણ ઘણા ફાયદા છે. જેનો ઉપયોગ કરી તમે ઘણી બિમારીઓ માંથી છૂટકારો મેળવી શકો છો. લસણ દરેક ઘરના રસોડામાં રહે છે, તેના ફોતરાથી પણ તમારું આરોગ્ય સારું રહી શકે છે ? લસણના ફોતરા તમે હંમેશા ડસ્ટબીનમાં નાખી દેતા હશો. કારણકે તેનો ઉપયોગ તમને હજી સુધી ખબર જ નહીં હોય.

        લસણના ફોતરા શોધી-શોધીને રાખવા લાગશો. તેનાથી તમારા આરોગ્યને ઘણા લાભ થાય છે. લસણના ફોતરામાં એન્ટી વાયરલ, એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે, જે તમારા હેલ્થ માટે ખૂબ ફાયદાકારક રહે છે. તમે શાકભાજી અને સૂપમાં ભેળવીને કરી શકો છો. ધ્યાન રાખો કે તેને પકવવામાં આવે છે, જેનાથી ભોજનની ન્યુટ્રીશનલ વેલ્યુ વધારે વધી જાય છે, લોકો અસ્થમાની મુશ્કેલી સામે ઝઝૂમી રહ્યાં છે. એવા દર્દીઓ તેનો ઉપયોગ કરી શકે છે. જેના માટે તમે લસણના ફોતરાને પહેલા સારી રીતે પીસી નાખો અને પછી તેમાં મધ મિક્સ કરો અને તેને સારી રીતે મિક્સ કરી નાખો અને સવાર-સાંજ તેનુ સેવન કરો. જેનાથી અસ્થમામાં રાહત મળશે.

        લસણના ફોતરામાં એન્ટી ફંગલ ગુણ હોય છે, જે તમારી સ્કિન માટે ખૂબ ફાયદાકારક રહેશે. જેનાથી ખંજવાળની સમસ્યા પણ દૂર થાય છે. તમને જ્યાં મુશ્કેલી થાય છે ત્યાં લસણ અને તેના ફોતરાનુ પાણી લગાવવુ પડશે. આ ઉપરાંત તેનાથી પિંપલ્સની સમસ્યા પણ દૂર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *