સૂત્રો માંથી મળતી માહિતી મુજબ, રણવીર સિંહે YRFનો પોતાના 12 વર્ષોનો સાથ પૂર્ણ કર્યો છે. હાલમાં અભિનેતા નવી એજન્સીની સાથે મૂવ ઑન કરવાના પ્લાનિંગમાં છે.બોલીવુડમાં કશુ પણ હંમેશા માટે રહેતુ નથી. અહીં સંબંધ તો ખાસ કરીને જલ્દી બદલાય છે. પરંતુ અહીં વાત રણવીર સિંહની થાય છે, જેણે YRF ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીને અલવિદા કહી દીધુ છે.
રણવીરે યશરાજ ફિલ્મ્સના પ્રોડક્શનમાં મનીષ શર્માની બેન્ડ બાજા બારાતની સાથે 2010માં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યુ હતુ. આ સાથે રણવીર હવે પોતાને પ્રેજન્ટ કરવા માટે એક નવી એજન્સીની સાથે મૂવ ઑન કરવાનુ વિચારી રહ્યાં છે. વાયઆરએફ હંમેશા રણવીર માટે સેકન્ડ હોમ રહેશે. કારણકે તેમની કારકિર્દીની ક્રેડિટ પ્રોડક્શન હાઉસને જાય છે.12 વર્ષ સાથે હતા.
તેઓ મૂવ ઓન કરવા માગતા હતા. મજાની વાત એ છે કે YRFએ રણવીરને ગ્રૂમ કર્યુ હતુ. રણવીર સિંહના આદિત્ય ચોપડાની સાથે એક મિત્ર અને મેન્ટર તરીકે ક્લોઝ રિલેશનશિપ છે. તેથી તેમની વચ્ચે કોઈ કડવાશ નથી. ઉલ્લેખનીય છે કે આની પહેલા અભિનેત્રી પરિણીતિ ચોપડાએ પણ YRF ટેલેન્ટ મેનેજમેન્ટ એજન્સીનો સાથ છોડી દીધો હતો. પરિણીતિ ફિલ્મોમાં કામ કરતા પહેલા YRF ટેલેન્ટમાં પીઆર માર્કેટીંગનુ કામ કરતી હતી.