ગયા વર્ષની જેમ આ વર્ષે પણ એક સાથે વેકેશન એન્જોય કરી રહ્યા હતા,ઇશાન ખટ્ટર અને અનન્યા પાંડે એવું જાણવા મળ્યું છે.
દીપિકા પદુકોણ-રણવીર સિંહ, રણવીર કપૂર-આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી, ટાઇઘર શ્રોફ-દિશા પટની જેવી બોલીવૂડની સેલિબ્રિટી કપલની યાદીમાં હવે એક નવું નામ જોડાયું છે અને તે છે ઇશાન ખટ્ટર અને અનન્યા પાંડેનું નામ. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એવી કેટલીક તસવીરો વાઇરલ થઇ રહી છે, જે જોઇને એવો અંદાજ લગાડી શકાય છે ઇશાન અને અનન્યા એક સિક્રેટ વેકેશન એક સાથે એન્જોય કરી રહ્યા છે.
એવું લાગી રહ્યું છે કે ઇશાન ખટ્ટર અને અનન્યા પાંડે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ નવા વર્ષની ઉજવણી બંને એક સાથે મનાવશે. હજુ ગુરુવારે રાતે જ અનન્યાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર રણથંભોર નેશનલ પાર્કમાં-પ્રકૃતિની ગોદમાં કેટલોક ક્વોલિટી સમય એન્જોય કરતા હોય એવી એક તસવીર શેર કરી હતી. આ પછી થોડા જ કલાકોમાં તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સિતારાથી ભરેલાં આકાશની એક મનોરમ્ય તસવીર શેર કરી હતી.
દરમિયાન, હજુ શુક્રવારે જ ઇશાને પોતાના ન્યુ યર વેકેશનની એક ઝલક આપતી તસવીર પણ શેર કરી હતી. તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેણે અન્ય એક પોસ્ટ ગુરુવારે રાતે પોસ્ટ કરી હતી. પહેલી તસવીર ઇશાન આનંદ લેતો નજરે પડે છે. તો બીજી તસવીર સિતારાથી ભરેલાં આકાશની હતી, જે અનન્યાએ શેર કરી હતી.
અનન્યા અને ઇશાન ૨૦૨૦માં ‘ખાલીપીલી’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મના શુટિંગ વેળા જ બંને વચ્ચે કોઇ કનેકશન હોવાની વાતો હવામાં ઉડવા લાગી હતી, પણ હવે તો એ ફિલ્મ રિલિઝ થયાને લાંબો સમય વિતી ગયો હોવા છતાં બંને અત્યારે પણ એકસાથે નજરે પડી રહ્યા છે.