ગે નો રોલ કરીને શાહરુખ ખાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી,

       બોલીવુડના કિંગ એટલે કે શાહરૂખ ખાન પોતાનો 57મો જન્મ દિવસ ઉજવી કરી. તેમની ડેબ્યુ ફિલ્મ દીવાના હતી. પરંતુ આ હકીકત નથી. રીયલ બોલીવુડ ડેબ્યુ અંગે જણાવવાના છે, જે એક અંગ્રેજી ટેલી ફિલ્મ હતી, શાહરૂખ ખાનના પ્રશંસકોને ખબર છે, કે કિંગ ખાને વર્ષ 1992માં ફિલ્મ દીવાનાની સાથે બોલીવુડમાં પોતાની શરૂઆત કરી હતી.

       તેમણે જે પહેલી ફિલ્મ સાઇન કરી હતી, તે રાજુ બન ગયા જેન્ટલમેન હતી. પરંતુ તે દીવાના બાદ રીલીઝ થઇ હતી. ખરેખર શાહરૂખની પહેલી ફિલ્મ દીવાના પણ નહોતી અને પછી રીલીઝ કરવામાં આવી હતી, તે પણ નહોતી. આ બંને ફિલ્મો લખાયા પહેલા શાહરૂખ દિલ્હીમાં એક સ્ટ્રગલર અભિનેતા હતા, ત્યારે તેમણે દૂરદર્શનની એક અંગ્રેજી ફિલ્મની સાથે ફિલ્મોમાં પોતાની શરૂઆત કરી હતી.

       આ એક વિસરાયેલી ફિલ્મ થઇને રહી ગઇ છે, જે અંગે ખૂબ ઓછા લોકોને જાણકારી છે. આ ફિલ્મનુ નામ છે, ઇન વિચ એની ગિવ્સ ઇટ દૂજ વન્સ. ફિલ્મમાં અર્જુન રૈના મહત્વની ભૂમિકામાં હતા. દિલ્હીના સ્કૂલ ઑફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચરમાં એક આર્કિટેક્ચર વિદ્યાર્થી છે. આ ફિલ્મને પ્રદીપ કૃષ્ણએ ડાયરેક્ટ કરી હતી, અને અરૂંધતી રૉયે ફિલ્મની કહાની લખી હતી.

        અરૂંધતીએ ફિલ્મમાં લીડ ફીમેલ રાધાનો રોલ પણ કર્યો હતો. જેમાં શાહરૂખના બે સીન હતા જેમાં તેઓ એકમાં સમલૈંગિકની ભૂમિકા નિભાવે છે. ઇન વિચ એની ગિવ્સ ઇટ દૂજ વન્સમાં મનોજ વાજપેયી પણ થોડી ક્ષણ માટે દેખાય છે. આ બંને સિવાય ફિલ્મમાં રઘુવીર યાદવ, દિવ્યા સેઠ અને હિમાની શિવપુરી જેવા કલાકારો પણ છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની અવાજ પણ એવી અલગ લાગી રહી છે કે પ્રશંસકોને લાગી રહ્યું છે, કે બીજા કોઈ વ્યક્તિએ તેનો અવાજ ડબ કર્યો છે. તો 90ના દાયકામાં એક ઈન્ટરવ્યુ દરમ્યાન શાહરૂખ ખાને જણાવ્યું હતુ કે તેઓ શૂટીંગ દરમ્યાન ખૂબ ગભરાયેલા અને અસહજ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *