આજે ભાજપ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરી શકે છે, આ જાહેરાત પહેલા ટિકિટ કોને મળશે અને કોના પત્તા કપાશે તે અંગે અનેક અટકળો શરુ થઈ ગઈ છે. જેમાં હાર્દિક પટેલને વિરમગામથી ચૂંટણી મેદાનમાં ઉતારવાની સંભાવના હતી તેમાં હવે સંભાવનાઓ બદલાતી દેખાઈ રહી છે. હવે એક એવી પણ સંભાવના ઉભી થઈ છે કે હાર્દિકને તેના જૂના સાથી અલ્પેશ કથિરીયા સામે મેદાનમાં ઉતારી શકે છે.