ગુજરાત સરકારની બસોમાં “વિશ્વામિત્રી, આશ્રમ, સૂર્યનગરી, શેત્રુંજય, પાવાગઢ, દમણ ગંગા, ભુજ” આવા શબ્દો કેમ લખેલા હોય છે ?, ગુજરાતમાં સરકારી બસોને GSRTC ઓપરેટ કરે છે અને તેનું પૂરું નામ “ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન” છે. GSRTCના ગુજરાતમાં 16 Devision (વિભાગ) છે. GSRTCએ બધા જ વિભાગોની બસો પર અલગ-અલગ નામ લખ્યા છે. તેની લિસ્ટ તમે નીચે જોઈ શકો છો.
1. અમદાવાદ વિભાગની બસો પર “આશ્રમ” નામ લખેલું હોય છે.
2. અમરેલી વિભાગની બસો પર “ગિર” લખેલું હોય છે.
3. ભરુચ વિભાગની બસો પર “નર્મદા”
4. ભાવનગર વિભાગની બસો પર “શેત્રુંજય”
5. ભૂજ વિભાગની બસો પર “કચ્છ”
6. ગોધરા વિભાગની બસો પર “પાવાગઢ”
7. હિમ્મતનગરની બસો પર “સાબર”
8. જામનગર વિભાગની બસો પર “દ્વારકા”
9. જુનાગઢ વિભાગની બસો પર “સોમનાથ”
10. મહેસાણા વિભાગની બસો પર “મોઢેરા”
11. નડિયાદ વિભાગની બસો પર “અમુલ”
12. પાલનપૂર વિભાગની બસો પર “બનાસ”
13. રાજકોટ વિભાગની બસો પર “સૌરાષ્ટ્ર”
14. સુરત વિભાગની બસો પર “સૂર્યનગરી”
15. વડોદરા વિભાગની બસો પર “વિશ્વામિત્રી”
16. વલસાડ વિભાગની બસો પર “દમણ ગંગા”
આવી રીતે GSRTC ના 16 વિભાગ છે જેમાં બસ કયા વિભાગની છે તેના આધારે તેના કાચ ઉપર નામ લખેલું હોય છે.
પરિચય તમને શુભકામનાઓ આપે છે. ફ્રેશર ગવર્મેન્ટ નોકરીઓ, ખાસ નવું, જી.કે, કરંટ અફેર્સ, ફોટો ગેલેરી, મનોરંજન, સપોર્ટ, બીજુ ઘણું બધું જોવા આપણી પરિચય એપ ડાઉનલોડ કરો,અને પરિચય ટોક બ્લોગને ફોલો કરો, parichaytalks.com વેબસાઈટ ને ફોલો કરો, તેમજ અમારા દરેક સોશિયલ મીડિયાને ફોલો કરો અને નવી વિશેષ માહિતી મેળવતા રહો, આભાર.Parichay Talk No 1 App Download here : https://play.google.com/store/apps/details?id=com.rhythm.parichaytalk