ભાવનગરના નવાગામની પ્રાથમિક શાળાના નવા ઓરડાનું ભૂમિ પૂજન

ભાવનગરના નવાગામની પ્રાથમિક શાળાના નવા ઓરડાનું ભૂમિ પૂજન.

તા. 29/12/21 – બુધવારના રોજ નવાગામ પ્રાથમિક શાળામાં જરૂરિયાતના નવા ચાર ઓરડાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ ચાર ઓરડા સી. એસ. પારેખ ચેરીટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગ અને દાનથી કરવામાં આવી રહ્યા છે. આ ભૂમિપૂજન કાર્યક્રમમાં સી.એસ. પારેખ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિ તરીકે રમણીકબા ગોહિલ – વરતેજ, શિક્ષણ સમિતિના ચેરમેન કમુબેન મુન્નાભાઈ ચૌહાણ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મિયાણી સાહેબ, TDO રાવત સાહેબ,
પ્રદીપ ભાઈ રાઠોડ સરપંચ પરેશભાઇ મેર, કે. વ.આચાર્યો, સી. આર. સી. તમામની પ્રેરક ઉપસ્થિતિ રહી.
શિક્ષણ સમિતિના ચેરમેન અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બન્ને એ શિક્ષણ માટે શાળામાં 4 ઓરડા બનાવી આપનાર સી. એસ. પારેખ ચેરીટેબલ ટ્રસ્ટનો આભાર માનેલ અને શાળા પરિવાર ને આ આર્થિક સહયોગ બદલ અભિનંદન પાઠવ્યા. આ સેવા, સહકાર, અને શિક્ષણ માટેના કાર્યક્રમ ને સફળ બનાવવા બદલ શાળાના આચાર્ય રાજુભાઇ જાની એ ટ્રસ્ટ ના દાતા, તમામ અધિકારીઓ અને સમસ્ત નવાગામ નો આભાર વ્યક્ત કર્યો હતો.

સ્કૂલ કો.ઓડીનેટર:- ગઢવીભાઈ-શિક્ષક નવાગામ પ્રા. શાળા-નવાગામ