શ્રી પદમપુર પંચાયતી પ્રાથમિક શાળા. તા. માંડવી (કચ્છ )……… તા.30-12-2021 અને તા.31-12-2021 ના રોજ પદમપુર પંચાયતી પ્રાથમિક શાળા માં જીસીઈઆરટી -ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન -ભુજ દ્વારા આયોજિત ધોરણ -1થી 5 ના બાળકો માટે ગિજુભાઈ બધેકા બાળમેળો અને ધોરણ -6થી 8 માં અભ્યાસ કરતા બાળકો માટે લાઈફ સ્કીલ મેળા નું આયોજન કરવા માં આવ્યું. બાળકો ને ગમત સાથે જ્ઞાન મળે તેમજ બાળકો માં રહેલી સર્જનાત્મક શક્તિઓ નો વિકાસ થાય, મનોરંજન મળે,આત્મવિશ્વાસ વધે તેવાં બહુ હેતુક આ આયોજન માં બાળકોએ ઉત્સાપૂર્વક ભાગ લીધો.જેમાં શરૂઆત પદમપુર ગ્રામશિક્ષણ સમિતિના સભ્યો મનસુખભાઇ સેંઘાણી, પ્રવીણભાઈ નાયકા, પ્રીતિબેન ધોળુ, કૃપાબેન વાસાણી, માણેકભાઈ ગઢવી (આચાર્ય, પદમપુર શાળા )લાલજીભાઈ ભીમજીભાઈ વાસાણી (શાળા ના લાખેણા દાતા )ના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લું મુકવામાં આવ્યું. પ્રથમ દિવસે વિવિધ પ્રકારના સાત સ્ટોલ બનાવીને ને બાળકોને ચિત્રકામ, રંગપુરણી, કાગળકામ, વેશભૂષા, વન મિનિટ સોં, વાર્તાઓ, ગીતસંગીત, બાળરમતો, ચીટક કામ, ગડી કામ, છાપકામ જેવી પ્રવૃતિઓ કરાવવામાં આવી. બીજા દિવસે લાઈફ સ્કીલ મેળા માં સાત વિભાગો માં બાળકો ને વર્ગખંડ શિક્ષણ માં ટેક્નોલોજી નો ઉપયોગ(ટેબ્લેટ દ્વારા શિક્ષણ ), ભરત ગુથણ, ફ્યુઝ બાંધતા શીખવું, ખીલી મારવી, સ્ક્રુ ફિટિંગ, ટાયર પંચર બનાવવું, નિશાન બાજી કરવી, આરચરી, વિજ્ઞાન ના સાદા પ્રયોગો, વ્યક્તિગત સ્વરછતા,સીવણ શીખવું, વિવિધ કારીગરો ના ઓજારો ની ઓળખ અને ઉપયોગ જેવા કૌંસલય વિકાસ ના વિભાગો માં બાળકોએ ખુબ જ ઉત્સાપૂર્વક ભાગ લીધો. બે દિવસીય આ વિવિધ પ્રવૃત્તિઓ માં શાળા સ્ટાફ બિજલબહેન પટેલ, નિલેશભાઈ સંજોટ, પરેશભાઈ પટેલ, નિરાલીબહેન પટેલ, અનસૂયાબહેન પટેલે ખુબ ઉત્સાપૂર્વક સૌ બાળકોને માર્ગદશન પૂરું પાડ્યું તેમજ સમગ્ર આયોજન ની વ્યવસ્થા સંભાળી હતી.
સ્કૂલ કો-ઓડીનેટર:- માણેકભાઈ-શિક્ષક-માંડવી-કચ્છ