શ્રી વડલી પ્રા. શાળામાં બાળમેળા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ખાસ કરીને બાળકોનું ટેલેન્ટ,સમજણ અને બુદ્ધિથી મોટા થઈને પોતાના પગ ભર મહેનત કરીને કેવી રીતે કોઈ પણ ધંધો કે રોજગારી મેળવી કમાવું તેવા હેતુથી શાળાના આચાર્ય શ્રી ના માર્ગદર્શન તેમજ સ્ટાફના સાથ સહકાર થી આ બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જુદા જુદા પ્રકારના વેપારની દુકાનો ખોલવામાં આવી હતી.જેમકે પાણી પૂરી, ભેળ, બટાકા ભૂંગળા, સેવ પુરી, સમોસા, પાવભાજી, ઈડલી, સેડવીસ, બટાકા પૌવા વગેરે ની દુકાનો બાળકોએ ખોલી હતી.જેમાં શાળાના શિક્ષકો અને અને વાલીઓ દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રૂપિયા આપીને ખરીદી કરી હતી.તેમજ ભાવથી પાણી પૂરી ખાધી હતી.શાળાના બાળકો, શિક્ષકો અને વાલીઓમાં આનંદ ભર્યો માહોલ સર્જાયો હતો.જેને લોકો દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.
Views:
322